યોજના વિશે ટૂંકી માહિતી (NMMS)
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા ધોરણ-૮ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ (N.M.M.S) યોજના હેઠળ પરીક્ષા યોજવામાં આવશે. આ યોજનાનો હેતુ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે છે.
- પરીક્ષાનું નામ: નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના (NMMS)
- કોના માટે: ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે.
- પરીક્ષા લેનાર સંસ્થા: રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર.
- જાહેરનામા ક્રમાંક: રાપબો/NMMS/૨૦૨૫-૨૬/12644-12727, તા: ૦૭/૧૧/૨૦૨૫.
અગત્યની તારીખો
| ક્રમ | વિગત | તારીખ |
|---|---|---|
| ૧ | જાહેરનામું બહાર પાડ્યાની તારીખ | ૦૭/૧૧/૨૦૨૫ |
| ૨ | પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો | તા.૧૦/૧૧/૨૦૨૫ થી તા.૦૧/૧૨/૨૦૨૫ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) |
| ૩ | પરીક્ષા ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો | તા.૧૦/૧૧/૨૦૨૫ થી તા.૦૨/૧૨/૨૦૨૫ |
| ૪ | પરીક્ષાની સંભવિત તારીખ | ૦૩/૦૧/૨૦૨૬ |
લાયકાત અને આવશ્યક દસ્તાવેજો
લાયકાત (ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે)
- વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮ માં સરકારી, લોકલ બોડી (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકા) અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- ધોરણ-૭ માં ગુણ:
- જનરલ/ઓબીસી કેટેગરી માટે: ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ.
- એસસી/એસટી કેટેગરી માટે: ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ.
- આવક મર્યાદા (ફરજિયાત): ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ₹ ૩,૫૦,૦૦૦/- (રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર) થી વધારે ન હોવી જોઈએ.
અયોગ્ય શાળાઓ
ખાનગી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તેમજ રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકશે નહીં.
ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો
- વિદ્યાર્થીનો U-DISE નંબર.
- શાળાનો DISE નંબર.
- વિદ્યાર્થીનું આધારકાર્ડ (આગળ અને પાછળના ભાગની કોપી). નોંધ: ફોર્મમાં નામ માત્ર આધારકાર્ડ મુજબ જ લખવું.
- વાલીના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (મામલતદાર, TDO, તલાટી કમ મંત્રી, ચીફ ઓફીસરનો દાખલો માન્ય).
- જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો).
ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ અને મહત્વની બાબતો
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જાઓ.
- 'Apply Online' પર ક્લિક કરો.
- "National means cum merit Scholarship Scheme" - (STD-8)" સામે આપેલ 'Apply Now' પર ક્લિક કરો.
- Application Form માં આધારકાર્ડ પ્રમાણે નામ અને U-DISE નંબર સહિતની તમામ માંગવામાં આવેલ વિગતો ભરો. (સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે)
- જરૂરી દસ્તાવેજો (આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, આધારકાર્ડ) અપલોડ કરો.
- ફોટો અને સહી અપલોડ કરો. (JPG format, 15 Kb થી વધારે નહીં)
- Confirm Application પર ક્લિક કરીને અરજી કન્ફર્મ કરો. તમારો Confirmation Number જનરેટ થશે.
- Confirmation Number અને Birth Date નો ઉપયોગ કરીને પરીક્ષા ફી ઓનલાઈન ભરો અને "SUCCESSFUL TRANSACTION" E-RECEIPT ની પ્રિન્ટ કાઢી લો.
- નોંધ: અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.
પ્રશ્નપત્રનું માળખું, ગુણ અને અભ્યાસક્રમ
પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ
| કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
|---|---|---|---|
| (૧) MAT: બૌદ્ધિક યોગ્યતા કસોટી (Mental Ability Test) | ૯૦ | ૯૦ | ૯૦ મિનિટ |
| (૨) SAT: શૈક્ષણિક યોગ્યતા કસોટી (Scholastic Aptitude Test) | ૯૦ | ૯૦ | ૯૦ મિનિટ |
| નોંધ: પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી રહેશે. અંધ વિદ્યાર્થીઓને ૩૦ મિનિટનો વધારાનો સમય મળશે. | |||
અભ્યાસક્રમ
- MAT (બૌદ્ધિક યોગ્યતા): ૯૦ પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. (સાદ્રશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ)
- SAT (શૈક્ષણિક યોગ્યતા): ૯૦ પ્રશ્નોમાં ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
- ધોરણ-૭ માટે: ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ.
- ધોરણ-૮ માટે: ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ.
ક્વોલિફાઇંગ ગુણ
શિષ્યવૃત્તિ માટે મેરીટમાં આવવા માટે નીચે મુજબના ક્વોલિફાઇંગ ગુણ મેળવવા ફરજિયાત છે:
| કેટેગરી | કુલ લઘુત્તમ ગુણ (બંને વિભાગના કુલ) |
|---|---|
| જનરલ/EWS/ઓ.બી.સી. | કુલ ગુણના ૪૦% (૧૮૦ માંથી ૭૨ ગુણ) |
| એસ.સી./એસ.ટી./પી.એચ. | કુલ ગુણના ૩૨% (૧૮૦ માંથી ૫૮ ગુણ) |
પરીક્ષા ફી
| કેટેગરી | પરીક્ષા ફી |
|---|---|
| જનરલ, EWS તથા ઓ.બી.સી. | ₹ ૭૦/- |
| પી.એચ., એસ.સી. તથા એસ.ટી. | ₹ ૫૦/- |
| નોંધ: ઓનલાઈન પેમેન્ટ ગેટ-વે સર્વિસ ચાર્જ અને GST વધારાના લાગુ પડશે. ભરેલ ફી કોઈ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. | |
મળવાપાત્ર લાભો (શિષ્યવૃત્તિની રકમ અને ચૂકવણી)
ગુજરાત રાજ્ય માટે કુલ ૫૦૯૭ વિદ્યાર્થીઓનો ક્વોટા નક્કી થયેલ છે, જે જિલ્લાવાર અને કેટેગરીવાર મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
- શિષ્યવૃત્તિની રકમ: માસિક ₹ ૧,૦૦૦/- લેખે વાર્ષિક ₹ ૧૨,૦૦૦/-
- સમયગાળો: ચાર વર્ષ સુધી (ધોરણ-૯ થી ધોરણ-૧૨ સુધી).
- ચૂકવણી: NMMS પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ National Scholarship Portal (NSP) પર ફ્રેશ અને રીન્યુઅલ એપ્લિકેશન કરવાની રહેશે. શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આ રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થશે.
પરીક્ષા કેન્દ્ર અને અન્ય મહત્વની નોંધ
પરીક્ષા સેન્ટર
આ પરીક્ષા તાલુકા કક્ષાએ યોજાતી હોઈ, વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. કેન્દ્રની ચોક્કસ વિગતો પ્રવેશ પત્ર (Hall Ticket) પર આપવામાં આવશે.
ખાસ નોંધ: NSP પોર્ટલ અને આધારકાર્ડ
NMMS માં ઉત્તિર્ણ થયા બાદ શિષ્યવૃત્તિ મેળવવા માટે NSP પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. તેથી, ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ શાળાના U-DISE અને આધારકાર્ડ મુજબ સમાન હોય તેની કાળજી રાખવી. આ બાબતે પાછળથી બોર્ડ દ્વારા કોઈ સુધારો કરી આપવામાં આવશે નહીં.
પરિણામ અને મેરીટ લિંક્સ
પરીક્ષાના પરિણામની માર્કશીટ/પ્રમાણપત્ર તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. મેરીટમાં આવનાર ટોચના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
સતાવાર વેબસાઇટ અને જાહેરનામું
તમામ સચોટ માહિતી અને અપડેટ્સ માટે હંમેશા સત્તાવાર સ્ત્રોતનો ઉપયોગ કરવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
Q. NMMS પરીક્ષામાં કોણ અરજી કરી શકે નહીં?
A. ખાનગી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં.
Q. શું જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે ૫૫% ગુણ જરૂરી છે?
A. હા, જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
Q. જો ફોર્મ ભરવામાં ભૂલ થાય તો શું કરવું?
A. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાછળથી નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય વિગતોમાં કોઈ સુધારો કરી આપવામાં આવશે નહીં. તેથી ફોર્મ ભરતી વખતે બધી વિગતો આધારકાર્ડ મુજબ જ ભરવી.
સંપર્ક: અરજીપત્રક ભરવામાં મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો.