Mission Excellence
ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026
સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો, પણ સ્માર્ટ વર્ક જરૂર હોય છે. અહીં મેળવો દરેક વિષયનું બ્લુપ્રિન્ટ એનાલિસીસ, ટોપર્સની ટિપ્સ અને 2026 માટેનું ફાઈનલ IMP.
Expert Advice
પરીક્ષામાં સફળતાના સોનેરી નિયમો
ફક્ત વાંચવું પૂરતું નથી, તેને રજૂ કરતા આવડવું જોઈએ.
📝 પેપર લખવાની શૈલી
- • દરેક વિભાગ (Section) નવા પાનાથી શરૂ કરો.
- • જવાબમાં આવતા મુખ્ય શબ્દો (Keywords) નીચે અંડરલાઈન કરો.
- • તફાવત હંમેશા બે ભાગ પાડીને લખો.
- • ચેક-ચાક થાય તો માત્ર એક આડી લીટી મારીને ચેકી નાખો, ગંદુ ન કરો.
⏳ સમય વ્યવસ્થાપન (Time Management)
- • પ્રથમ 15 મિનિટ: પેપર શાંતિથી વાંચો અને જે પ્રશ્નો પાકા આવડે છે તેના પર ટીક કરો.
- • જે વિભાગ સૌથી સારો આવડતો હોય તેને પહેલા લખો (ક્રમ જાળવવો હિતાવહ છે).
- • 1 માર્કના પ્રશ્ન માટે 1-2 મિનિટથી વધુ સમય ન બગાડો.
- • છેલ્લી 10 મિનિટ પેપર ચેક કરવા માટે બચાવો.
🎒 પરીક્ષા ખંડમાં શું લઈ જવું? (Checklist)
- હોલ ટિકિટ (Receipt): ભૂલ્યા વગર. લેમિનેશન ન કરાવવું.
- પેન: ઓછામાં ઓછી 3-4 બ્લુ પેન (જેનાથી લખવાની પ્રેક્ટિસ હોય).
- સ્ટેશનરી: પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી (આકૃતિ માટે).
- પારદર્શક પાઉચ અને પાણીની બોટલ.
- ડિજિટલ ઘડિયાળ કે મોબાઈલ લઈ જવાની મનાઈ છે.
🧘 માનસિક તૈયારી (Mindset)
- • પરીક્ષાના આગલા દિવસે પૂરતી ઊંઘ (7-8 કલાક) લો.
- • પરીક્ષા કેન્દ્ર પર 30 મિનિટ વહેલા પહોંચો.
- • છેલ્લા સમયે નવું વાંચવાનું ટાળો, માત્ર રિવિઝન કરો.
- • જો કોઈ પેપર અઘરું જાય, તો તેની ચિંતામાં બીજા પેપર ન બગાડો.
📚 વિષયવાર MasterKey 2026
વિષય પસંદ કરો અને મેળવો: બ્લુપ્રિન્ટ, ચેપ્ટર એનાલિસીસ અને 100% IMP પ્રશ્નો.
🧬
વિજ્ઞાન
- 🔬 પ્રયોગ અને આકૃતિઓ
- ⚗️ રાસાયણિક સમીકરણો
- 📊 2023-25 પેપર એનાલિસીસ
📐
ગણિત
- 📐 પ્રમેય અને રચના (રોકડા ગુણ)
- 🔢 આંકડાશાસ્ત્ર શોર્ટકટ્સ
- 📝 બેઝિક અને સ્ટાન્ડર્ડ IMP
🌍
સામાજિક વિજ્ઞાન
- 🗺️ નકશા પૂર્તિ (4 ગુણ)
- 🏛️ ઇતિહાસના સવિસ્તાર પ્રશ્નો
- 💰 અર્થશાસ્ત્રની ટૂંકનોંધ
ABC
English (SL)
- 📧 Email & Report Writing
- 📝 Essay Topics 2026
- 📚 Grammar Functions
🪶
ગુજરાતી
- ✒️ લેખન વિભાગ (નિબંધ/અહેવાલ)
- 📖 ગદ્ય-પદ્ય જોડકાં
- 🔤 વ્યાકરણ (જોડણી/સંધિ)
🕉️
સંસ્કૃત
- 📜 શ્લોક પૂર્તિ (રોકડા માર્ક્સ)
- 🗣️ નાટ્ય અને ગદ્ય અનુવાદ
- ✍️ અર્થવિસ્તાર
🇮🇳
હિન્દી (Hindi)
- 📝 કહાવત અને મુહાવરે
- 📖 સવિસ્તાર પ્રશ્નોત્તરી
- ✒️ નિબંધ લેખન