TAT-HS 2026 જાહેરનામું
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેરનામાં ક્રમાંક: રાપબો/TAT-HS/૨૦૨૬/૨૦૪૨-૨૦૮૨ અન્વયે શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - 2026 ની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ વિદ્યાર્થીઓમાં 21મી સદીના કૌશલ્યો વિકસાવવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષકોની ભરતી કરવા આ દ્વિસ્તરીય કસોટી યોજવામાં આવશે.
📅 કાર્યક્રમ અને મહત્વની તારીખો
| ક્રમ | વિગત | તારીખ/સમયગાળો |
|---|---|---|
| 1 | જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખ | 05/02/2026 |
| 2 | ઓનલાઈન ફોર્મ ભરવાનો સમય | 10/02/2026 થી 19/02/2026 |
| 3 | ઓનલાઈન ફી ભરવાનો સમય | 10/02/2026 થી 20/02/2026 |
| 4 | પ્રાથમિક પરીક્ષા (Prelims) તારીખ | 29/03/2026 |
| 5 | મુખ્ય પરીક્ષા (Mains) તારીખ | મે - 2026 (સંભવિત) |
🎓 શૈક્ષણિક લાયકાત અને નિયમો
- ચાલુ અભ્યાસ (Appearing): જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, તેઓ પણ ફોર્મ ભરી શકશે.
- શરત: ભરતી પ્રક્રિયા જાહેર થાય ત્યાં સુધીમાં ઉમેદવારે પાસ થયાની માર્કશીટ અને લાયકાત મેળવી લીધેલ હોવી જોઈએ.
- માધ્યમ: ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી માધ્યમ પસંદ કરી શકશે. જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરે, તે જ માધ્યમમાં મુખ્ય પરીક્ષા આપવાની રહેશે.
💰 પરીક્ષા ફી (માત્ર ઓનલાઈન)
| કેટેગરી | ફી |
|---|---|
| SC, ST, SEBC, EWS, PH | રૂ. 400/- |
| સામાન્ય (General) | રૂ. 500/- |
* ફી પરત મળવાપાત્ર નથી.
📚 પ્રાથમિક પરીક્ષા (Preliminary) - વિગતવાર અભ્યાસક્રમ
કુલ ગુણ: 200 | સમય: 180 મિનિટ | પદ્ધતિ: MCQ | નેગેટિવ માર્કિંગ: -0.25
વિભાગ-1: સામાન્ય અભ્યાસ (100 પ્રશ્નો - 100 ગુણ)
આ વિભાગ તમામ ઉમેદવારો માટે એકસરખો રહેશે.
1. સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (20 ગુણ)
- બંધારણની મૂળભૂત ફરજો (Fundamental Duties - Article 51(A))
- ગુજરાતી સાહિત્ય
- રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) - પ્રવાહો અને માળખું
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- ખેલકૂદ અને રમતો
- મહાન વિભૂતિઓ (દેશ)
- સંગીત અને કલા
- ભારતનો ઇતિહાસ અને ભારતની ભૂગોળ
- વર્તમાન પ્રવાહો (Current Affairs)
2. શિક્ષક અભિયોગ્યતા (35 ગુણ)
- શિક્ષણની ફિલસૂફી (10 ગુણ): કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવણીના સ્વરૂપો (ઔપચારિક, અનૌપચારિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણની વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ).
- શૈક્ષણિક મનોવિજ્ઞાન (15 ગુણ): વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ-મનોવલણ, અભિયોગ્યતા.
- વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન (10 ગુણ): વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લુમ સહિત), આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન.
3. અન્ય વિષયો (45 ગુણ)
- તાર્કિક અભિયોગ્યતા (Logical Reasoning): 15 ગુણ
- ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય: 15 ગુણ (લેખન, વાંચન, કથન, શ્રવણ, વ્યાકરણ - જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ, વિરામચિન્હો, સંક્ષેપ લેખન વગેરે).
- અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ 12 સુધી): 15 ગુણ (સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલીંગ, શબ્દ રચના, ચિત્ર આધારિત પ્રશ્નો).
વિભાગ-2: ખાસ વિષયની કસોટી (100 પ્રશ્નો - 100 ગુણ)
- વિષયવસ્તુ (80 ગુણ): ઉમેદવારના સંબંધિત વિષયનું ધોરણ 11 અને 12 નું પાઠ્યપુસ્તક આધારિત વિષયવસ્તુ. (કઠિનતા મૂલ્ય અનુસ્નાતક કક્ષાનું રહેશે).
- વિષયવસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો (20 ગુણ): વિષય શિક્ષણ પદ્ધતિ (Methodology).
📝 મુખ્ય પરીક્ષા (Mains) - વર્ણનાત્મક
પ્રાથમિક પરીક્ષાના કટ-ઓફમાં આવનાર ઉમેદવારો માટે. બે પ્રશ્નપત્રો રહેશે.
પ્રશ્નપત્ર-1: ભાષા સજ્જતા (100 ગુણ - 150 મિનિટ)
(ગુજરાતી માધ્યમ માટે ગુજરાતી, હિન્દી માટે હિન્દી, અંગ્રેજી માટે અંગ્રેજી)
| ક્રમ | વિગત |
|---|---|
| 1 | નિબંધ (250-300 શબ્દો) - વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક |
| 2 | સંક્ષેપીકરણ (આપેલ ગદ્યમાંથી 1/3 ભાગમાં) |
| 3 | પત્ર લેખન (આશરે 100 શબ્દો) - અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ |
| 4 | ચર્ચાપત્ર (આશરે 200 શબ્દો) - વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો |
| 5 | વ્યાકરણ: રૂઢિપ્રયોગ, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દસમૂહ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, સંધિ, વાક્ય પરિવર્તન. |
પ્રશ્નપત્ર-2: વિષયવસ્તુ અને પદ્ધતિ (100 ગુણ - 180 મિનિટ)
| ક્રમ | પ્રશ્ન સ્વરૂપ | ગુણભાર |
|---|---|---|
| 1 | મુદ્દાસર જવાબ આપો (150 થી 180 શબ્દો) - 7 પ્રશ્નો (દરેકના 5 ગુણ) | 35 ગુણ |
| 2 | માગ્યા પ્રમાણે જવાબ આપો (100 થી 150 શબ્દો) - 7 પ્રશ્નો (દરેકના 4 ગુણ) | 28 ગુણ |
| 3 | એક કે બે વાક્યમાં જવાબ આપો - 11 પ્રશ્નો (ફરજિયાત) (દરેકના 2 ગુણ) | 22 ગુણ |
| 4 | હેતુલક્ષી પ્રશ્નો (ખાલી જગ્યા, જોડકાં, સાચા-ખોટા) (દરેકનો 1 ગુણ) | 15 ગુણ |
| કુલ | 100 ગુણ | |
🏆 પાસિંગ ધોરણ (નવા ઠરાવ મુજબ)
તારીખ 27/01/2026 ના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ મુખ્ય પરીક્ષામાં મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે નીચે મુજબ લઘુત્તમ ગુણ જરૂરી છે:
- સામાન્ય (General) કેટેગરી: ઓછામાં ઓછા 60% ગુણ.
- અનામત કેટેગરી (SC, ST, SEBC, EWS, PH): ઓછામાં ઓછા 55% ગુણ.
🔗 મહત્વની લિંક્સ
નોંધ: આ માહિતી સત્તાવાર જાહેરનામા અને ઠરાવોના આધારે તૈયાર કરેલ છે. વધુ સ્પષ્ટતા માટે સત્તાવાર વેબસાઈટનો સંદર્ભ લેવો.