જાહેરનામું ક્રમાંક: રાપબો/TAT-S/૨૦૨૬/૨૨૦૯-૨૨૪૯
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬
TAT (Secondary) 2026 Notification
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
ભરતીની પ્રાથમિક વિગત
| સંસ્થાનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર |
|---|---|
| પરીક્ષાનું નામ | શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬ |
| ધોરણ | ધોરણ ૯ અને ૧૦ ના શિક્ષક બનવા માટે |
| શૈક્ષણિક લાયકાત | સ્નાતક + B.Ed. (સંબંધિત વિષયમાં) |
| સત્તાવાર વેબસાઈટ | www.sebexam.org |
મહત્વની તારીખો (Important Dates)
| પ્રવૃત્તિ | તારીખ/સમયગાળો |
|---|---|
| જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખ | ૧૨/૦૨/૨૦૨૬ |
| ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત | ૧૮/૦૨/૨૦૨૬ |
| ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૨૭/૦૨/૨૦૨૬ |
| ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો | ૧૮/૦૨/૨૦૨૬ થી ૨૮/૦૨/૨૦૨૬ |
| પ્રાથમિક પરીક્ષા (Prelims) તારીખ | ૨૭/૦૪/૨૦૨૬ (સંભવિત) |
| મુખ્ય પરીક્ષા (Mains) તારીખ | જૂન - ૨૦૨૬ (સંભવિત) |
પરીક્ષા ફી (Exam Fees)
- SC, ST, SEBC, EWS, PH કેટેગરી: ₹ ૪૦૦/- (સર્વિસ ચાર્જ અલગથી)
- સામાન્ય (General) કેટેગરી: ₹ ૫૦૦/- (સર્વિસ ચાર્જ અલગથી)
- નોંધ: ફી માત્ર ઓનલાઈન માધ્યમથી (Net Banking, Card, UPI) સ્વીકારવામાં આવશે.
લાયકાત અને વિષય (Eligibility Checker)
તમારું માધ્યમ અને વિષય પસંદ કરી લાયકાત ચકાસો:
પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)
આ પરીક્ષા બે તબક્કામાં યોજાશે: (૧) પ્રાથમિક પરીક્ષા (૨) મુખ્ય પરીક્ષા.
૧. પ્રાથમિક પરીક્ષા (Prelims) - MCQ
- કુલ ગુણ: ૨૦૦
- સમય: ૧૮૦ મિનિટ
- નેગેટિવ માર્કિંગ: -૦.૨૫
| વિભાગ | વિષય | પ્રશ્નો | ગુણ |
|---|---|---|---|
| વિભાગ-૧ | સામાન્ય અભ્યાસ (General Studies) | ૧૦૦ | ૧૦૦ |
| વિભાગ-૨ | ખાસ વિષયની કસોટી (Special Subject) | ૧૦૦ | ૧૦૦ |
| કુલ | ૨૦૦ | ૨૦૦ | |
૨. મુખ્ય પરીક્ષા (Mains) - વર્ણનાત્મક
માત્ર પ્રાથમિક પરીક્ષામાં Cut-Off પાસ કરનાર ઉમેદવારો માટે.
પાસિંગ ધોરણ (મેરીટ લિસ્ટ માટે):
• સામાન્ય (General) કેટેગરી: 60%
• અનામત (SC/ST/SEBC/EWS/PH) કેટેગરી: 55%
| પ્રશ્નપત્ર | વિષય | સમય | ગુણ |
|---|---|---|---|
| પ્રશ્નપત્ર-૧ | ભાષા સજ્જતા (ગુજરાતી/હિન્દી/અંગ્રેજી) | ૧૫૦ મિનિટ | ૧૦૦ |
| પ્રશ્નપત્ર-૨ | વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર | ૧૮૦ મિનિટ | ૧૦૦ |
વિગતવાર અભ્યાસક્રમ (Syllabus)
વિભાગ-૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ ગુણ) - પ્રાથમિક પરીક્ષા
૧. સામાન્ય જ્ઞાન (૨૦ ગુણ)
- બંધારણની મૂળભૂત ફરજો (કલમ-51A)
- ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર
- વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ, મહાન વિભૂતિઓ
- ભારતનો ઇતિહાસ અને ભૂગોળ
- વર્તમાન પ્રવાહો (Current Affairs)
૨. શિક્ષક અભિયોગ્યતા (૩૫ ગુણ)
- શિક્ષણની ફિલસૂફી (૧૦): કેળવણીના હેતુઓ, સ્વરૂપો, વિચારધારા.
- શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫): વૃદ્ધિ-વિકાસ, તરુણાવસ્થા, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ.
- વર્ગ વ્યવહાર (૧૦): મૂલ્યાંકન, બ્લુમ ટેક્સોનોમી, ક્રિયાત્મક સંશોધન.
૩. તાર્કિક અભિયોગ્યતા (૧૫ ગુણ)
- રિઝનીંગ (Reasoning)
- ગાણિતિક કોયડા
- ડેટા ઇન્ટરપ્રિટેશન
૪. ભાષાકીય પ્રાવીણ્ય (૩૦ ગુણ)
- ગુજરાતી (૧૫): વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ, છંદ, અલંકાર, સંધિ).
- અંગ્રેજી (૧૫): Grammar, Spelling, Translation (ધોરણ 12 સુધીનું).
મુખ્ય પરીક્ષા: પ્રશ્નપત્ર-૧ (ભાષા સજ્જતા) - ૧૦૦ ગુણ
માધ્યમ: ગુજરાતી અથવા હિન્દી અથવા અંગ્રેજી (તમારા માધ્યમ મુજબ)
| ક્રમ | વિષયવસ્તુ | વિગત |
|---|---|---|
| 1 | નિબંધ લેખન | આશરે ૨૫૦-૩૦૦ શબ્દો (વર્ણનાત્મક/ચિંતનાત્મક) |
| 2 | સંક્ષેપીકરણ | આપેલ ગદ્યનો ૧/૩ ભાગમાં સંક્ષેપ |
| 3 | પત્ર લેખન | આશરે ૧૦૦ શબ્દો (અભિનંદન/વિનંતી/ફરિયાદ) |
| 4 | ચર્ચાપત્ર | આશરે ૨૦૦ શબ્દો (વર્તમાનપત્રને લગતા પ્રશ્નો) |
| 5 | વ્યાકરણ | રૂઢિપ્રયોગ, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દસમૂહ, જોડણી, લેખનશુદ્ધિ, સંધિ, વાક્ય પરિવર્તન. |
અગત્યની સૂચનાઓ (Important Instructions)
- મેરીટ લિસ્ટની માન્યતા: શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન સમયાંતરે કરવામાં આવશે. કોઈપણ વર્ષે યોજાયેલ કસોટીના મેરીટ લિસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની રહેશે.
- ફોટો અને સહી: ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ફોટો (5 cm ઊંચાઈ x 3.6 cm પહોળાઈ) અને સહી (2.5 cm ઊંચાઈ x 7.5 cm પહોળાઈ) JPG ફોર્મેટમાં (10kb થી ઓછી સાઈઝ) અપલોડ કરવાના રહેશે.
- સુધારો: અરજી Confirm થયા બાદ તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. જો ભૂલ હોય તો નવી અરજી ફી ભરીને કરવાની રહેશે.
- હોલ ટિકિટ: જે ઉમેદવારોએ ફી ભરેલ હશે તેઓ જ નિયત સમયગાળામાં પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
- પ્રમાણપત્રો: SC/ST/SEBC/EWS/PH કેટેગરીના ઉમેદવારોએ સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. SEBC ઉમેદવારો માટે નોન-ક્રીમીલેયર પ્રમાણપત્રની સમયમર્યાદા ધ્યાને લેવી.
- હેલ્પલાઇન: વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર: 1800 233 7963 અથવા (079) 232 48462 પર સંપર્ક કરવો (કચેરી સમય દરમિયાન).
ઉપયોગી લિંક્સ (Important Links)
વધુ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટની મુલાકાત લો.
© 2026 TAT Information. This is an informational post based on official notification.