ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આયોજિત પ્રખરતા શોધ કસોટી (Talent Search Test - TST) વિષે સંપૂર્ણ માહિતી અહીં મળશે. આ પરીક્ષા વિદ્યાર્થીઓની પ્રતિભા શોધવા અને સ્કોલરશિપ માટે પાત્રતા આપવા માટે કરવામાં આવે છે.
મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ ભરવાની શરૂઆત: હવે જાહેર થશે.
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: હવે જાહેર થશે.
- પરીક્ષા તારીખ: હવે જાહેર થશે.
- પરિણામ જાહેરાત: હવે જાહેર થશે.
પ્રશ્નપત્રનું માળખું
| વિષય | પ્રશ્નોની સંખ્યા | સમય | માર્ક |
|---|---|---|---|
| પ્રશ્નપત્ર 1 | 100 MCQ | 2 કલાક | 100 (દરેક સહી જવાબ 1 ગુણ, ખોટા જવાબ માટે -1/3 ગુણ) |
| પ્રશ્નપત્ર 2 | 100 MCQ | 2 કલાક | 100 (દરેક સહી જવાબ 1 ગુણ, ખોટા જવાબ માટે -1/3 ગુણ) |
અભ્યાસક્રમ
ધોરણ 9 ના તમામ વિષયોનુ અભ્યાસક્રમ Gujarat Board ધોરણ 9 ના ધોરણ મુજબ રહેશે. વિષયોની વિગત નીચે મુજબ છે:
- ગણિત - 40 ગુણ
- વિજ્ઞાન - 40 ગુણ
- ગુજરાતી - 30 ગુણ
- અંગ્રેજી - 30 ગુણ
- સામાજિક વિજ્ઞાન - 30 ગુણ
- માનસિક ક્ષમતા - 20 ગુણ
- સામાન્ય જ્ઞાન - 10 ગુણ
પરીક્ષા ફી
જનરલ કેટેગરીના વિધાર્થી માટે 100/- ફી છે. જયારે બાકી અનામત વર્ગ માટે 80/- ફી છે.
ફોર્મ ભરવાની પદ્ધતિ
ફોર્મ ભરવું ઓનલાઇન હોય છે, જે ફક્ત શાળા દ્વારા જ ભરી શકાય છે માટે ફોર્મ ભરવા શાળાનો સંપર્ક કરવો.
સંપૂર્ણ માહિતી માટે અહિયાં ક્લિક કરો.જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધારકાર્ડ
- બેંક પાસબુક
- તાજેતરનો પાસપોર્ટ ફોટો
પરીક્ષાના કેન્દ્રો
પ્રતિષ્ઠિત સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓ રાજ્યભરના પરીક્ષાકેન્દ્ર તરીકે નિર્ધારિત હોય છે. શાળાની વેબસાઇટ અથવા શિક્ષક સાથે સંપર્ક કરી ચોક્કસ કેન્દ્રની માહિતી લો.
પરિણામ અને મેરીટ
પરીક્ષાનું પરિણામ GSEB ની વેબસાઇટ પર જાહેર થાય છે. પ્રથમ 1000 વિદ્યાર્થીઓને મેરીટ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને તેમને પ્રમાણપત્ર અને સ્કોલરશિપ આપવામાં આવે છે.
મળતા લાભો
- વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને અભ્યાસ મદદ
- પ્રતિભા ઓળખાણી અને સ્વીકાર
- વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમોમાં પ્રાથમિકતા
સંપર્ક માહિતી
સરનામું :Gujarat Secondary and Higher Secondary Board, Sector 10B, Near Old Sachivalay, Gandhinagar-382010
ફોન: 079 23226016
વેબસાઇટ: https://www.gseb.org/