નવોદય વિદ્યાલય વિશે
જવાહર નવોદય વિદ્યાલયો (JNVs) ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા સંચાલિત સહશિક્ષણ, સંપૂર્ણ રહેણાંક શાળાઓ છે. અહીં ગુણવત્તાપૂર્ણ આધુનિક શિક્ષણ, રહેઠાણ, પુસ્તક, યુનિફોર્મ વગેરે મફતમાં ઉપલબ્ધ છે. ધોરણ IX થી XII માટે VVN યોગદાન નીતિ મુજબ વસૂલ થાય છે અને SC/ST, દીવ્યાંગ, તમામ બાળકી અને BPL વિદ્યાર્થીઓને રાહત છે.
અગત્યની તારીખો (LEST – Class IX)
ઇવેન્ટ | તારીખ | નોંધ |
---|---|---|
અંતિમ તારીખ – ઑનલાઇન નોંધણી | 07 ઓક્ટોબર 2025 | સત્તાવાર પોર્ટલ પર ફોર્મ સબમિટ કરો. |
પરીક્ષા તારીખ | 07 ફેબ્રુઆરી 2026 (શનિવાર) | સમય: 2½ કલાક (દીવ્યાંગ માટે વધારાનો સમય). |
પરિણામ | પરીક્ષા બાદ | અપ્લિકેશન પોર્ટલ/વિદ્યાલય વેબસાઇટ પર પ્રકાશિત. |
નોંધ: ઉપરની તારીખો NVS પ્રોસ્પેક્ટસ મુજબ છે.
લાયકાત (Eligibility)
- ઉમેદવાર જ્યાં પ્રવેશ લેવાનો છે તે જ જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ અને તે જ જિલ્લામાં 2025‑26 દરમિયાન ધોરણ 8 સરકારી/માન્ય શાળામાં ભણતો હોવો જોઈએ.
- જન્મ તારીખ 01 મે 2011 થી 31 જુલાઈ 2013 (બંને દિવસ સહિત) વચ્ચે હોવી આવશ્યક.
- ફક્ત ભારતીય નાગરિક વિદ્યાર્થીઓ પાત્ર.
- જે વિદ્યાર્થીઓ અગાઉથી ધોરણ 8 પાસ કરી ચૂક્યા છે અથવા અન્ય સેશનમાં અરજી કરી હતી – અપાત્ર.
ફોર્મ કેવી રીતે ભરવું?
- સત્તાવાર પોર્ટલ navodaya.gov.in પર જઈ “Class IX Lateral Entry” પસંદ કરો.
- રાજ્ય, જિલ્લો (રહેઠાણ & અભ્યાસ), આધાર નંબર/APAAR/PEN, સરનામું વગેરે વિગતો ભરો.
- ફોટો, ઉમેદવાર અને વાલી બંનેના સાઇન (JPG, 10–100 KB) અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરી પુષ્ટિ પેજ/રીસિપ્ટ સાચવો.
- તમારા નજીકના JNV માં હેલ્પડેસ્કથી નિ:શુલ્ક સહાય પણ મેળવી શકો છો.
ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો
- વિધાર્થીનું આધારકાર્ડ
- વિધાર્થીની સહી
- વાલીની સહી
- આવક લખવા માટે આવકનો દાખલો
પરીક્ષાનું માળખું (Question Paper Structure)
વિષય | પ્રશ્નો | અંક |
---|---|---|
અંગ્રેજી | 15 | 15 |
હિન્દી | 15 | 15 |
ગણિત | 35 | 35 |
વિજ્ઞાન | 35 | 35 |
કુલ | 100 | 100 |
MCQ આધારિત OMR શીટ; સાચા જવાબે 1 ગુણ; નેગેટિવ માર્કિંગ નથી; સમય – 2½ કલાક.
મેરિટ લિસ્ટ: ગણિત + વિજ્ઞાન + (અંગ્રેજી/હિન્દી માંથી વધુ ગુણ) આધારે. ટાઈ થાય તો ક્રમ: ① બાળકી ને પ્રાથમિકતા ② બે વિષયો (30 ગુણ)માં વધારે ③ કુલ 100 માં વધારે ④ ઉંમર ઓછી.
અભ્યાસક્રમ (ધોરણ 8 નો અભ્યાસક્રમ રહેશે.)
અંગ્રેજી (15 ગુણ)
હિન્દી (15 ગુણ)
વિજ્ઞાન (35 ગુણ)
ગણિત (35 ગુણ)
મોડેલ પેપરો
આ પરીક્ષા માત્ર હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવે છે. આ પરીક્ષાની પ્રેક્ટીસ માટે નીચેની લિંક પર ક્લિક કરીને અગાઉના પેપરો મેળવી શકો છો.
મેરીટ/પસંદગી પ્રક્રિયા
- બધા વિષયોમાં NVS મુજબ મીનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ મેળવવા જરૂરી.
- મેરિટ: ગણિત + વિજ્ઞાન + બે ભાષામાંથી ઊંચા ગુણ ધરાવતી એક ભાષા.
- ટાઈ‑બ્રેક: બાળકી → બે વિષય (30) → કુલ 100 → ઉંમર ઓછી.
- સેન્ટર સામાન્ય રીતે સંબંધિત જિલ્લાના JNVમાં રહેશે; માધ્યમ અંગ્રેજી/હિન્દી.
મળતા લાભો
- રહેઠાણ, ભોજન, યુનિફોર્મ, પુસ્તકો અને સ્ટેશનરી મફત
- CBSE સંલગ્ન; આધુનિક શિક્ષણ અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ
- ત્રિ‑ભાષા નીતિ અને સર્વાંગી વિકાસ
- રાષ્ટ્રીય એકતા માટે માઇગ્રેશન સ્કીમ (ધોરણ 9માં ~30% વિદ્યાર્થીઓ એક વર્ષ માટે અન્ય રાજ્યના JNVમાં અભ્યાસ કરે છે)
નવોદય શાળાઓ – ગુજરાત
ગુજરાત રાજ્યમાં કુલ 33 (+1 વધારાની SC/ST કેન્દ્રિત જિલ્લાઓ માટે) JNV કાર્યરત છે. તમારું જિલ્લા JNV અને ખાલી જગ્યાઓ જોવા માટે નીચેનો બટન ખોલો.
ભારતમાં રાજ્યવાર સંખ્યા (ઝલક)
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ | JNV સંખ્યા |
---|---|
ગુજરાત | 33 + 01 વધારાની |
મહારાષ્ટ્ર | 33 + 01 વધારાની |
મધ્ય પ્રદેશ | 51 + 02 + 01 (સ્પેશિયલ) |
રાજસ્થાન | 33 + 02 |
ઉત્તર પ્રદેશ | 75 + 01 |
… | કુલ ~653 |
સંપર્ક & ઉપયોગી લિંક્સ
સરનામું: Navodaya Vidyalaya Samiti, B‑15, Institutional Area, Sec‑62, નોઇડા, UP – 201307
ઝડપી ટીપ્સ
- ભરતી ટેન્ટેટિવ ખાલી જગ્યાઓ પર આધારિત છે; અંતિમ ખાલી જગ્યાઓ પ્રશાસકીય કારણોસર બદલાઈ શકે છે.
- ફોર્મમાં ભાષા માધ્યમ પસંદ કર્યા બાદ બદલી શકાશે નહીં.
- OMR શીટ માટે બ્લુ/બ્લેક બોલ પેન જ ઉપયોગ કરો; પેન્સિલ/વ્હાઇટનર માન્ય નથી.