પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE)

0
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) - ૨૦૨૫-૨૬ | સંપૂર્ણ માર્ગદર્શિકા
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો બેનર

પરીક્ષા વિશે ટૂંકી માહિતી (PSE)

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) ૨૦૨૫-૨૬ યોજવામાં આવશે. આ પરીક્ષા ધોરણ-૬માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેમને પ્રોત્સાહન આપવા માટે લેવાય છે.

  • પરીક્ષાનું નામ: પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE)
  • કોના માટે: ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે.
  • પરીક્ષા લેનાર સંસ્થા: રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર.
  • જાહેરનામા ક્રમાંક: રાપબો/પ્રા-શિ.શિ.૫-૨૦૨૫-૨૬/૧૨૦૧-૧૩૦૦, તા:૨૪/૦૭/૨૦૨૫.

અગત્યની તારીખો

ક્રમ વિગત તારીખ
જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ ૨૪/૦૯/૨૦૨૫
પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો તા.૦૧/૧૦/૨૦૨૫ થી તા.૧૫/૧૦/૨૦૨૫
પરીક્ષા ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તા.૦૧/૧૦/૨૦૨૫ થી તા.૧૬/૧૦/૨૦૨૫
પરીક્ષાની સંભવિત તારીખ ૨૯/૧૧/૨૦૨૫

ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ અને લાયકાત

લાયકાત

  • વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૬ માં સરકારી/લોકલ બોડી/ગ્રાન્ટેડ/નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • ધોરણ-૫ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે ૫૦% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવીને એક જ પ્રયાસમાં પાસ કરેલ હોવો જોઇએ.
  • આવક મર્યાદા: આ પરીક્ષા માટે આવક મર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી.

ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી વિગતો

  • વિદ્યાર્થીનો U-DISE નંબર
  • શાળાનો DISE નંબર
  • ધોરણ-૫ નું પરિણામ (ગુણ/ગ્રેડ)
  • વિદ્યાર્થીની સહી

ઓનલાઈન ફોર્મ ભરવાની પદ્ધતિ (Required Links)

  1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જાઓ.
  2. 'Apply Online' પર ક્લિક કરો.
  3. "પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬)" સામે આપેલ 'Apply Now' પર ક્લિક કરો.
  4. Application Form માં U-DISE નંબર સહિતની તમામ માંગવામાં આવેલ વિગતો ભરો. (સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે)
  5. બાંહેધરી પત્રક વાંચી ટીક કરો અને Submit પર ક્લિક કરો. તમારો Confirmation Number જનરેટ થશે.
  6. Confirmation Number અને Birth Date નો ઉપયોગ કરીને પરીક્ષા ફી ઓનલાઈન ભરો અને "SUCCESSFUL TRANSACTION" E-RECEIPT ની પ્રિન્ટ કાઢી લો.
  7. નોંધ: અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.

પ્રશ્નપત્રનું માળખું અને અભ્યાસક્રમ

પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ

કસોટીનો પ્રકાર પ્રશ્નો ગુણ સમય
(૧) માનસિક યોગ્યતા કસોટી (MAT) ૧૦૦ ૧૦૦ ૧૨૦ મિનિટ
(૨) શૈક્ષણિક યોગ્યતા કસોટી (SAT) ૧૦૦ ૧૦૦ ૧૨૦ મિનિટ
નોંધ: કુલ પ્રશ્નો - ૨૦૦, કુલ ગુણ - ૨૦૦. પ્રશ્નપત્રનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.

અભ્યાસક્રમ

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ ૬ નો ઓક્ટોબર-૨૦૨૫ સુધીનો રહેશે. જેમાં ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયોનો સમાવેશ થાય છે.

પરીક્ષા ફી

શાળાનો પ્રકાર પરીક્ષાનું નામ પરીક્ષા ફી
તમામ પ્રકારની પ્રાથમિક શાળા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ₹ ૧૦૦/-
નોંધ: ઓનલાઈન પેમેન્ટ ગેટ-વે સર્વિસ ચાર્જ અને GST વધારાના લાગુ પડશે.

મોડેલ પેપર અને પરીક્ષા સેન્ટર

મોડેલ પેપર (તૈયારી માટે)

તૈયારી માટે અગાઉના વર્ષના મોડેલ પેપર અને પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. આનાથી પરીક્ષાના સ્વરૂપનો ખ્યાલ આવશે.

પરીક્ષા સેન્ટર

આ પરીક્ષા જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાતી હોઈ વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. કેન્દ્રની ચોક્કસ વિગતો પ્રવેશ પત્ર (Hall Ticket) પર આપવામાં આવશે.

પરિણામ અને મેરીટ લિંક્સ

પરીક્ષાના પરિણામની માર્કશીટ/પ્રમાણપત્ર તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. મેરીટમાં આવનાર ટોચના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

મળવાપાત્ર લાભો

ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક:પીએસસી/૧૧૧૬/૫૩૯/ક, તા.૦૧/૦૪/૨૦૧૭ પ્રમાણે, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરીટમાં આવનાર લાયક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા નિયમોનુસાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

સતાવાર વેબસાઇટ અને જાહેરનામું

તમામ સચોટ માહિતી અને અપડેટ્સ માટે હંમેશા સત્તાવાર સ્ત્રોતનો ઉપયોગ કરવો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Q. શું ધોરણ-૫ માં ૫૦% થી ઓછા ગુણ હોય તો ફોર્મ ભરી શકાય?

A. ના, ધોરણ-૫ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવીને એક જ પ્રયાસમાં પાસ કરેલ હોવો ફરજિયાત છે.

Q. ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થાય તો સુધારો થઈ શકે?

A. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાછળથી નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે સુધારો કરી આપવામાં આવશે નહીં. તેથી ફોર્મ ભરતા પહેલા U-DISE ની વિગતોમાં સુધારો કરાવી લેવો.

Q. શિષ્યવૃત્તિની રકમ કેટલી હોય છે?

A. શિષ્યવૃત્તિની રકમ અને સમયગાળો સરકારશ્રીના નિયમો મુજબ સમયાંતરે બદલાઈ શકે છે. આ અંગેની સચોટ માહિતી પરિણામ જાહેર થયા બાદ મળી શકે છે.

સંપર્ક: અરજીપત્રક ભરવામાં મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ