ખાસ શિક્ષક યોગ્યતા કસોટી (ધોરણ ૧ થી ૫) - Sp.TET-I

0
Sp.TET-I - 2025 ખાસ શિક્ષક યોગ્યતા કસોટી જાહેરનામું

Sp.TET-I - 2025

ખાસ શિક્ષક યોગ્યતા કસોટી (ધોરણ ૧ થી ૫)

જાહેરનામું ક્રમાંક: રાપબો/Sp.TET-I/૨૦૨૫/૮૯૪૧ - ૯૦fr, તા. 31/07/2025

કસોટી વિશે ટૂંકી માહિતી

આ કસોટી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણના નિયંત્રણ હેઠળની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના ખાસ શિક્ષકો (Special Educator)ની નિમણૂક માટેની જરૂરી લાયકાત મેળવવા માટે લેવામાં આવે છે. આ કસોટી પાસ કરવાથી નિમણૂકનો હક મળતો નથી, પરંતુ ભરતી માટેની લાયકાત પ્રાપ્ત થાય છે.

આયોજક: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

અગત્યની તારીખો

  • જાહેરનામું બહાર પડ્યાની તારીખ: 31/07/2025
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન સમયગાળો: 08/08/2025 થી 25/08/2025
  • ફી સ્વીકારવાનો સમયગાળો (નેટ બેંકીંગ મારફત): 09/08/2025 થી 27/08/2025
  • પરીક્ષાની તારીખ: 12/10/2025

ફી ધોરણ

  • સામાન્ય કેટેગરી: ₹500/-
  • SC, ST, SEBC, PH, General(EWS): ₹350/-

*ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે. ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં.

વય મર્યાદા

ધોરણ ૧ થી ૫ ના સ્પેશ્યલ એજ્યુકેટર માટે મહત્તમ વયમર્યાદા:

35 વર્ષ

*રાજ્ય સરકારના નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળી શકશે. અંતિમ નિર્ણય ભરતી સમિતિનો રહેશે.

જરૂરી શૈક્ષણિક લાયકાત

ધોરણ ૧ થી ૫ ના ખાસ શિક્ષક (Special Educator) માટે:

૧. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSC)

માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

૨. સ્પેશિયલ એજ્યુકેશનમાં ડિપ્લોમા

Rehabilitation Council of India (RCI) દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ 'ડિપ્લોમા ઇન એજ્યુકેશન - સ્પેશિયલ એજ્યુકેશન' અને માન્ય RCI CRR નંબર ધરાવતા હોવા જોઈએ.

*અથવા તેના સમકક્ષ RCI માન્ય લાયકાત.

પ્રશ્નપત્રનું માળખું અને સ્વરૂપ

પ્રકાર

MCQ

કુલ પ્રશ્નો

150

સમય

90 મિનિટ

નેગેટિવ માર્કિંગ

નહીં

વિભાગો અને ગુણભાર

  • વિભાગ-૧: બાળ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (દિવ્યાંગતા આધારિત) 30 ગુણ
  • વિભાગ ૨ અને ૩: ભાષા ૧ (ગુજરાતી) અને ભાષા ૨ (અંગ્રેજી) 60 ગુણ (30+30)
  • વિભાગ-૪: ગણિત 30 ગુણ
  • વિભાગ-૫: પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો 30 ગુણ

પાસ થવા માટેના લઘુત્તમ ગુણ

જનરલ કેટેગરી: 60% (90 ગુણ)

અનામત/PH કેટેગરી: 55% (82 ગુણ)

અભ્યાસક્રમ અને મોડેલ પેપર

અભ્યાસક્રમ (Syllabus)

આ કસોટી માટે ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ ધ્યાને લેવો, પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ સાથેનું હોય તે જરૂરી છે. તેમજ અધ્યયન-અધ્યાપન પદ્ધતિમાં દિવ્યાંગતાને ધ્યાને રાખીને પ્રશ્નો પૂછવામાં આવશે.

મોડેલ પેપર (Model Paper)

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સત્તાવાર મોડેલ પેપર કે જૂના પ્રશ્નપત્રો વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવી શકાય છે. ઉમેદવારોએ તૈયારી માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે તપાસતા રહેવું.

ઓનલાઈન અરજી કરવાની રીત અને લીન્ક

સત્તાવાર વેબસાઇટ: http://www.sebexam.org
  1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. "Apply Online" પર અને પછી "Apply Now" પર Click કરો.
  3. Application Form માં Personal Details અને Educational Details ચોકસાઈપૂર્વક ભરો.
  4. "Save" પર Click કરવાથી તમારો Application Number જનરેટ થશે, જે સાચવવો.
  5. પેજના ઉપરના ભાગમાં "Upload Photo" પર Click કરીને Photo અને Signature (JPG, 15 KBથી વધુ નહીં) અપલોડ કરો.
  6. "Confirm Application" પર Click કરીને અરજીની વિગતો તપાસી કન્ફર્મ કરો. અહીં Confirmation Number જનરેટ થશે, જે ભવિષ્યના પત્રવ્યવહાર માટે જરૂરી છે.
  7. ત્યારબાદ "Print Application/Pay Fees" પર Click કરીને ઓનલાઈન પેમેન્ટ ગેટવે (Debit Card/Net Banking/Credit Card/UPI) દ્વારા પરીક્ષા ફી ભરો.
  8. ફી જમા થયા બાદ ઇ-રસીદ (e-receipt) ની પ્રિન્ટ કાઢી લેવી.

*નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરીમાં પાછળથી બોર્ડ દ્વારા કોઈ સુધારો કરવામાં આવશે નહીં, તેથી ફોર્મ ચોકસાઈપૂર્વક ભરવું.

અગત્યની સૂચનાઓ અને ચેતવણી

  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછી વેબસાઈટ નિયમિત જોતા રહેવું.
  • બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.
  • ભરેલ ફોર્મની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો (ફી સ્લીપ, જાતિ પ્રમાણપત્ર, નોન-ક્રિમીલીયર, EWS/PH પ્રમાણપત્ર) પોતાની પાસે સાચવી રાખવા.
  • ખોટી માહિતી આપનાર ઉમેદવારનું ફોર્મ રદ થશે અને શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકશે.
  • હોલટિકિટ ડાઉનલોડ કર્યા બાદ OMR શીટ પરની તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

શું પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે?

ના, આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે નહીં.

શું Sp.TET-I પાસ કરવાથી સીધી નોકરી મળી જશે?

ના, આ કસોટી માત્ર ખાસ પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે. પસંદગીનો અંતિમ નિર્ણય ભરતી સમિતિ દ્વારા લેવામાં આવશે.

જો ફી જમા થાય અને ઇ-રસીદ જનરેટ ન થાય તો શું કરવું?

જો બેંક ખાતામાંથી રકમ કપાયા બાદ ઇ-રસીદ જનરેટ ન થાય, તો રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈ-મેલ gseb21@gmail.com થી સંપર્ક કરવો.

સત્તાવાર સંપર્ક માહિતી

સરનામું: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર

ટોલ ફ્રી હેલ્પલાઈન: (૦૭૯) ૨૩૨૪૮૪૬૧, ૨૩૨૪૮૪૬૨ (ચાલુ કામકાજના દિવસોમાં)

ઇમેલ (ફી અંગે): gseb21@gmail.com

સત્તાવાર વેબસાઇટ: http://www.sebexam.org

આ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડના તા. 31/07/2025ના જાહેરનામા પર આધારિત છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરનામાની ચકાસણી કરવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ