મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2026

0
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) - ૨૦૨૬
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપ યોજનાનું ચિત્ર
📢 નવું જાહેરનામું (2026): રાજ્ય પરીક્ષા બોર્ડના તા. 03/02/2026 ના જાહેરનામા મુજબ

પરીક્ષાની તારીખ: 04/04/2026 (શનિવાર)

પરીક્ષા અને યોજનાનો પરિચય (2026)

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓ ને પસંદ કરીને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવા માટે અમલમાં મૂકવામાં આવી છે.

જાહેરનામા ક્રમાંક: રાપબો/જ્ઞા.સા.સ્કો.પરીક્ષા/૨૦૨૬/1862-1986

રજીસ્ટ્રેશન સમયગાળો: તા. 05/02/2026 થી 16/02/2026

પરીક્ષા માટેની પાત્રતા માપદંડ

  • ✅ કેટેગરી A: સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 નો સળંગ અભ્યાસ સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓ માં પૂર્ણ કરેલ હોય કે હાલ ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય અથવા ઉત્તીર્ણ થયેલ હોય.
    (આવક મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ પાત્ર છે).
  • ✅ કેટેગરી B: RTE હેઠળના ખાનગી શાળાના વિદ્યાર્થીઓ RTE Act 2009 ની કલમ 12(1)(C) હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવી હાલ (વર્ષ-2025માં) ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય.
    (વાલીની આવક RTE હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ).
  • 🆕 કેટેગરી C: ખાનગી શાળાના વિદ્યાર્થીઓ (ફક્ત મર્યાદિત બેઠકો માટે) ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.
    નોંધ: આ વિદ્યાર્થીઓ માત્ર રક્ષા શક્તિ સ્કૂલમાં ખાલી પડેલ કુલ-65 જગ્યાના 25% બેઠકો પર જ મેરીટના આધારે પ્રવેશ માટે હકદાર રહેશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા (ConveGenius Portal)

નોંધ: આ ફોર્મ વિદ્યાર્થીઓએ નહીં, પરંતુ શાળા દ્વારા જ ભરવાનું રહેશે.

  1. સૌ પ્રથમ સમગ્ર શિક્ષાની કચેરીના પોર્ટલ https://web.convegenius.ai/chat પર જવું.
  2. શાળાના DISE Code થી લોગીન કરવું.
  3. ત્યારબાદ શાળાના શિક્ષકનો Teacher Code નાખવો.
  4. ધોરણ 8 પર ક્લિક કરતા વિદ્યાર્થીઓનું લિસ્ટ દેખાશે.
  5. દરેક વિદ્યાર્થીના નામ પર ક્લિક કરી વિગતો ચકાસવી (મોબાઈલ નંબર અપડેટ કરવો).
  6. તમામ વિગતો ભર્યા બાદ Save અને અંતે Submit કરવું.

પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ

  • કુલ ગુણ: 120 ગુણ (120 પ્રશ્નો)
  • કુલ સમય: 150 મિનિટ
  • પરીક્ષા માધ્યમ: ગુજરાતી અથવા અંગ્રેજી
  • લહિયા (Scribe) સાથે પરીક્ષા આપનારને 50 મિનિટ વધુ મળશે.
  • NEP-2020 મુજબ 30% પ્રશ્નો Competency Based રહેશે.
કસોટીનો પ્રકાર પ્રશ્નો ગુણ
MAT (બૌદ્ધિક યોગ્યતા કસોટી) 40 40
SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી) 80 80

SAT વિષયવાર ગુણભાર (ધોરણ 8 આધારિત)

ગણિત: 20 ગુણ

વિજ્ઞાન: 20 ગુણ

સામાજિક વિજ્ઞાન: 15 ગુણ

અંગ્રેજી: 10 ગુણ

ગુજરાતી: 10 ગુણ

હિન્દી: 5 ગુણ

પરીક્ષા ફી

નિઃશુલ્ક

કોઈપણ ફી ભરવાની નથી.

પરીક્ષા કેન્દ્ર

જે તે તાલુકામાં/જિલ્લામાં બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. (વિગતો હોલ ટિકિટમાં હશે).

યોજનાના લાભો અને શિષ્યવૃત્તિ

વાર્ષિક શિષ્યવૃત્તિ (ધો. 9 થી 12 માટે)

  • ધોરણ 9 અને 10 : ₹6,000 (પ્રત્યેક વર્ષે)
  • ધોરણ 11 અને 12 : ₹8,000 (પ્રત્યેક વર્ષે)
  • કુલ લાભ: 4 વર્ષમાં ₹28,000

વધારાના પ્રવેશ લાભો:

મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને નીચે મુજબની શાળાઓમાં પ્રવેશની તક:

  • 🏫 જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ
  • 🛡️ રક્ષાશક્તિ સ્કૂલ (ખાલી બેઠકો)
  • ⛰️ આદર્શ નિવાસી શાળાઓ (જનજાતિ વિભાગ)
  • 🌟 મોડેલ સ્કૂલ્સ

સાવધાન: રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાઇ રહેલ આ પરીક્ષા બાબતે વિદ્યાર્થીને લાલચ કે છેતરપીંડી આચરતા તત્વોથી સાવધ રહેવા વિનંતી છે.

સત્તાવાર માહિતી માટે હંમેશા www.sebexam.org ની મુલાકાત લો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ