ધોરણ 12 અર્થશાસ્ત્ર - જુના પેપરોનું એનાલીસીસ અને IMP પ્રશ્નો 2026

0
ધોરણ 12 અર્થશાસ્ત્ર - વિજયપથ 2026 (Updated)

આંકડા અને વિશ્લેષણ: સફળતાનો આધાર

નવી બ્લુપ્રિન્ટ (30% હેતુલક્ષી) અને આલેખ માર્ગદર્શન.

📢 2026 નવી બ્લુપ્રિન્ટ: MCQ 20 ગુણના થયા છે. વિભાગ E (સવિસ્તાર) 30 ગુણનો થયો છે. વિભાગ C અને D માં પ્રશ્નો ઘટ્યા છે. આલેખ (Q.48) ફરજિયાત છે.

નવો ગુણભાર (Updated 2026)

Increased
Section A
20 ગુણ

20 MCQ (1 ગુણ)

Section B
10 ગુણ

10 પ્રશ્નો (એક વાક્ય)

Section C
16 ગુણ

8 પ્રશ્નો (2 ગુણ)

Section D
24 ગુણ

8 પ્રશ્નો (3 ગુણ)

Increased
Section E
30 ગુણ

6 પ્રશ્નો (5 થીયરી + 1 આલેખ)

પ્રકરણ મુજબ ગુણભાર (Approx for 2026)

🎯 સફળતાની ચાવી

  • 📊
    આલેખ (5 ગુણ): સેક્શન E નો છેલ્લો પ્રશ્ન (Q.48) ફરજિયાત આલેખનો હોય છે. પાસ-પાસેની સ્તંભ આકૃતિ અને સાદી સ્તંભ આકૃતિ પાકી કરવી.
  • 📝
    તફાવત (3 ગુણ): આર્થિક વૃદ્ધિ vs વિકાસ, આંતરિક vs વિદેશ વ્યાપાર જેવા તફાવત રોકડા માર્ક્સ અપાવે છે.
  • 💰
    MCQ બેંક: Ch 2, 3, 4 અને 7 માંથી સૌથી વધુ MCQ પૂછાય છે.

પ્રકરણ વિગતવાર વિશ્લેષણ

સરળ મધ્યમ લાંબુ
📖

કૃતિ મુજબ વિશ્લેષણ જોવા માટે ઉપરથી પસંદ કરો

📊 આલેખ માર્ગદર્શન (5 ગુણ)

આલેખના પ્રકારો
  • સાદી સ્તંભ આકૃતિ: જ્યારે એક જ પ્રકારની માહિતી હોય (દા.ત. વિવિધ વર્ષોમાં ઘઉંનું ઉત્પાદન).
  • પાસ-પાસેની સ્તંભ આકૃતિ: જ્યારે બે કે તેથી વધુ ચલની સરખામણી હોય (દા.ત. સ્ત્રી-પુરુષ સાક્ષરતા).
  • વિભાજિત સ્તંભ આકૃતિ: કુલ માહિતી અને પેટા વિભાગો (દા.ત. ગ્રામીણ/શહેરી વસ્તી).
યાદ રાખો
  • આલેખ દોરવાના 2.5 ગુણ અને વિશ્લેષણના 2.5 ગુણ હોય છે.
  • X-ધરી (સ્વતંત્ર ચલ) અને Y-ધરી (પરતંત્ર ચલ) પર વિગત લખવી ફરજિયાત છે.
  • સ્કેલમાપ (Scale) જમણી બાજુ ઉપર લખવું.
  • વિશ્લેષણમાં ઓછામાં ઓછા 5 મુદ્દા લખવા.

🎯 2026 માસ્ટર લિસ્ટ (Final IMP)

વિભાગ E (5 ગુણ) - સવિસ્તાર

  • Ch 1: આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. Graph Theory
  • Ch 3: ફુગાવાના કારણો અને અર્થ.
  • Ch 5: ગરીબીના નિર્દેશકો સમજાવો.
  • Ch 6: બેરોજગારીના પ્રકારો વિગતે સમજાવો.
  • Ch 7: વસ્તી વધારાના કારણો (ઊંચો જન્મદર).
  • Ch 8: કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા.
  • Ch 11: સ્થળાંતરના કારણો અને અસરો.

વિભાગ D (3 ગુણ) - મુદ્દાસર

  • Ch 2: આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. Most IMP
  • Ch 3: નાણાંના કાર્યો ટૂંકમાં સમજાવો.
  • Ch 4: મધ્યસ્થ બેંક (RBI) ના નાણાકીય કાર્યો.
  • Ch 5: ગરીબીના આધુનિક અભિગમો.
  • Ch 8: હરિયાળી ક્રાંતિ એટલે શું?
  • Ch 9: આંતરિક અને વિદેશ વ્યાપારનો તફાવત.
  • Ch 10: નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ