ગુજરાત NMMS પરીક્ષા ૨૦૨૫-૨૬
હોલટીકીટથી લઈને મેરીટ લિસ્ટ સુધીની સંપૂર્ણ માહિતી એક જ જગ્યાએ.
હોલટીકીટ
પરીક્ષા આપવા માટે હોલટીકીટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા.
આન્સર કી
પ્રોવિઝનલ અને ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરો.
મેરીટ લિસ્ટ
પરીક્ષાનું પરિણામ અને મેરીટ યાદીની વિગતો.
પરીક્ષાની સંક્ષિપ્ત વિગત (૨૦૨૫-૨૬)
| વિગત | માહિતી |
|---|---|
| પરીક્ષાનું નામ | National Means-cum-Merit Scholarship (NMMS) |
| આયોજક | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર (SEB) |
| લાયકાત | ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
| શિષ્યવૃત્તિની રકમ | માસિક ₹૧૦૦૦ (વાર્ષિક ₹૧૨,૦૦૦) |
| સત્તાવાર વેબસાઇટ | www.sebexam.org |
હોલટીકીટ ડાઉનલોડ પ્રક્રિયા
- સૌ પ્રથમ sebexam.org વેબસાઇટ પર જાઓ.
- ત્યાં 'Print Hall Ticket' ઓપ્શન પર ક્લિક કરો.
- તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- 'Submit' બટન પર ક્લિક કરતા હોલટીકીટ દેખાશે.
- તેની પ્રિન્ટ કાઢી લેવી જરૂરી છે.
લહિયા (Scribe) અંગેની સૂચના
અંધ અને વિકલાંગ વિદ્યાર્થીઓ કે જેઓ જાતે લખવા અસમર્થ છે, તેઓ નિયમાનુસાર લહિયાની સુવિધા મેળવી શકે છે.
લહિયાની મંજૂરી મેળવવા માટે વિદ્યાર્થીએ સિવિલ સર્જનના પ્રમાણપત્ર સાથે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાં અરજી કરવાની રહેશે. લહિયો વિદ્યાર્થી કરતાં નીચલા ધોરણનો (દા.ત. ધોરણ ૭ નો) હોવો જોઈએ.
પ્રશ્નપત્ર અને આન્સર કી
શિષ્યવૃત્તિ વિતરણ માળખું
ફાયદાઓ:
- ધોરણ ૯ થી ૧૨ સુધી શિષ્યવૃત્તિ.
- વાર્ષિક ₹૧૨,૦૦૦ ની સહાય.
- કુલ ૪ વર્ષમાં ₹૪૮,૦૦૦ મળે છે.
પરિણામ અને મેરીટ લિસ્ટ (૨૦૨૫-૨૬)
NMMS પરીક્ષાનું પરિણામ સામાન્ય રીતે પરીક્ષાના ૨-૩ મહિના પછી જાહેર કરવામાં આવે છે. પરિણામ જાહેર થયા બાદ, દરેક જિલ્લા વાઈઝ અને કેટેગરી વાઈઝ (SC, ST, OBC, General) અલગ મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે.
પાસ થવા માટેના ધોરણો:
પરિણામ અને મેરીટ હવે જાહેર થશે માટે સમયાંતરે વેબસાઈટ જોતા રહેવું.
મહત્વની લિંક્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
NMMS પરીક્ષા કોણ આપી શકે? +
જે વિદ્યાર્થીઓ ધોરણ ૮ માં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હોય તે આ પરીક્ષા આપી શકે છે.
શું હોલટીકીટ પોસ્ટ દ્વારા ઘરે આવશે? +
ના, હોલટીકીટ ઓનલાઇન SEB ની વેબસાઇટ પરથી શાળાના લોગીન અથવા વિદ્યાર્થીના કન્ફર્મેશન નંબરથી ડાઉનલોડ કરવાની રહેશે.